રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન ખર્ચ મામલે ઊભા થયેલા વિવાદની તપાસ માટે રચાયેલી સમિતિ હાલ અધ્યક્ષ વિનાની બની ગઈ છે.
આ તપાસ સમિતિના અધ્યક્ષ પદે તા. 1 જુલાઈના રોજ સી.કે. નંદાણીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તા. 3 જુલાઈએ તેમની જગ્યાએ કેતન જોષીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
હવે તા. 21 જુલાઈના રોજ કેતન જોષીની બદલી થઈ જતાં, તપાસ સમિતિ ફરી એકવાર અધ્યક્ષ વગરની સ્થિતિમાં મુકાઈ ગઈ છે. સતત બદલાતા અધ્યક્ષોના કારણે તપાસ પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
